બોરડીગેટમાં અશાંતધારાના નિયમોના ધજાગરા

નિયમો વિરુદ્ધ મિલકતના દસ્તાવેજો થયાનો ગંભીર આક્ષેપ

જવાહર કોલોનીમાં અશાંતધારા ભંગની મોટી રજૂઆત

પડોશીઓની સંમતિ વિના જ દસ્તાવેજ કરી દેવાયા

અશાંતધારા લાગુ હોવા છતાં કેવી રીતે થયા દસ્તાવેજ? તપાની માંગ

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ભંગના આક્ષેપોથી ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ભંગના આક્ષેપોથી ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આક્ષેપ છે કે બોરડીગેટની જવાહર કોલોનીમાં અશાંતધારા લાગુ હોવા છતાં અનેક મિલકતોના નિયમ વિરુદ્ધ દસ્તાવેજો બનાવી દેવાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે મિલકત ટ્રાન્સફર કરતી વખતે નિયમ મુજબ પડોશીઓની સંમતિ પણ લેવામાં આવી નથી. એટલું જ નહીં, કેટલાક મિલકત દલાલો નાણાં લઈને કાયદાકીય મંજૂરી વિના દસ્તાવેજ કરાવી આપવાની ખાતરી આપતા હોવાનો પણ સનસનાટીભર્યો આક્ષેપ થયો છે.

હવે અશાંતધારા લાગુ થયાની તારીખથી અત્યાર સુધી થયેલા તમામ દસ્તાવેજોની ફાઇલો રી-ચેક કરવાની માંગ ઉઠી છે. જો તપાસમાં કાયદાનો ભંગ થયો હોય તો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે બોરડીગેટમાં કાયદાનો કડક અમલ કરાવવા રજૂઆત કરાઈ છે.