અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ અને મહિલા ઉત્કર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે ચંડી પડવાના પવિત્ર પર્વ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક રાસ-ગરબાની મોજ માણી હતી. આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહની ભાવના વધુ મજબૂત બને છે. મહિલા ઉત્કર્ષ સમિતિની સહભાગિતાએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.ચંડી પડવાના પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક એકતા સાથે સંસ્કૃતિ અને પરંપરાના જતનનો સંદેશ પણ પ્રસર્યો હતો.