ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 04 લોકો વેન્ટીલેટર પર છે. 304 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212540 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 જ્યારે વડોદરા જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે.
બીજી તરફ આજે 27 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચ્યો છે. આજે 2,60,440 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે.
