અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમ

લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ

2 નવા વોટર બાઉઝરની ભેટ

ઓવરહેડ પાઇપ લાઈનનું ખાતમુહૂર્ત

ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઈડીસીમાં દશેરાના પાવન પર્વ પર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

દશેરાના પાવન પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર ડી.પી.એમ.સી. ખાતે બે નવા વોટર બાઉઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઇડીસીના સી પમ્પિંગ સ્ટેશન પાસેથી STP ઓવરહેડ પાઇપલાઇનના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ડી.પી.એમ.સી. ખાતે લોકાર્પિત કરવામાં આવેલા બે નવા વોટર બાઉઝર આગ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગી સાબિત થશે. આગ લાગવા જેવી ઘટનાઓ દરમિયાન પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આ વોટર બાઉઝર મહત્વની ભૂમિકા ભજવશે.બીજી તરફ, અંકલેશ્વર જીઆઇડીસીના સી પમ્પિંગ સ્ટેશન પાસેથી STP ઓવરહેડ પાઇપલાઇનના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ અંદાજે રૂ. 45 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટને ચાર મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર કિમીટી ચેરમેન નિરજ પટેલ, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ, સંદીપ વિઠલાણી, નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ સહિતના કર્મચારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.