અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમ યોજાશે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનોએ આવતી કાલે રવિવારના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા,સાંસદ મનસુખ વસાવા,જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયા,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો,વિદ્યાર્થી સહીત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આ પળને ઐતિહાસિક બનાવશે.જે કાર્યક્રમમાં પધારવા સૌ કોઈને ગ્રામજનોએ નિમંત્રણ પાઠવ્યું છે.
