ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1075 નવા કેસ નોધાયા, 1155 દર્દીઓ થયા સાજા

New Update
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1075 નવા કેસ નોધાયા, 1155 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1075 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,33,263 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 1075 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 221, સુરત કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 108, રાજકોટ કોર્પોરેશનમાં 86, મહેસાણા 33, વડોદરા 41, સુરત- 34, સાબરકાંઠા-33, ગાંધીનગર-28, કચ્છ-25, પંચમહાલ-25, બનાસકાંઠા-23, દાહોદ-23, ગાંધીનગર કોર્પોરેશન-17, ખેડા-17, સુરેન્દ્રનગરમાં 17 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાને કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન-1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 12360 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12296 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કુલ 1155 દર્દી સાજા થયા હતા અને 54, 757 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 89,44, 722 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.89 ટકા છે.

Latest Stories