14 વર્ષ પછી સ્ટીલના ભાવમાં 35% જેટલા જંગી વધારાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફરી માઠા દિવસો

14 વર્ષ પછી સ્ટીલના ભાવમાં 35% જેટલા જંગી વધારાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફરી માઠા દિવસો
New Update

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરી એક વખત માઠા દિવસો શરૂ થયા છે. 2004 પછી અર્થાત 14 વર્ષ પછી પહેલીવખત સ્ટીલના ભાવમાં અધધ..35 ટકાનો વધારો થયો છે. વેપારીઓ તો કહે છે કે, નોટબંધી પછી 100 ટકાનો વધારો થયો છે. એક સ્કેવર ફૂટ બાંધકામમાં 4 કિલો સ્ટીલ વપરાય. આ ગણતરી મુજબ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં પ્રતિ સ્કેવર ફૂટ 100 થી 125 રૂા.નો વધારો થઈ શકે. જેથી એક હજાર સ્કેવર ફૂટના મકાનની કિંમતમાં સીધો એક લાખ થી સવા લાખ વધારો થશે.

ભારતમાં મોટા પાયે ચીન દ્વારા સ્ટીલનું એક્સપોર્ટ થતું હતું. પણ છેલ્લા ઘણા સમયથી ચીને એક્સપોર્ટ બંધ કરી દીધુ છે. જેને પગલે સ્થાનિક કક્ષાના મોટા પ્લેયરો પાસે સ્ટીલની ડિમાન્ડ વધી છે. દેશની મોટી કંપનીઓ પાસે પૂરતો માલ નથી અને રી રોલિંગ કરનારા વેપારીઓની વધુ ક્ષમતામાં સ્ટીલ ઉત્પાદન કરવાની ક્ષમતા નથી. અમદાવાદ સહિત દેશભરમાં અર્ફોડેબલ હાઉસિંગ સહિત રોડ, બ્રિજ પ્રોજેકટ મોટી સંખ્યામાં ચાલી રહ્યાં હોવાના કારણે સ્ટીલની ડિમાન્ડ પણ ખૂબ વધી છે આના કારણે તેમાં અધધ...ભાવ વધારો થયો છે. ભાવ વધારાના કારણે બિલ્ડરો ચાલુ પ્રોજેકટ કે જેમાં પઝેશન આપવાના છે તે માંડ પૂરા કરી રહ્યાં છે અને નવા પ્રોજેકટ અમલી બનાવવા સામે પૂર્ણવિરામ મૂકાયું હોવાનું ગાહેડ પ્રમુખ આશિષ પટેલનું કહેવું છે.

- 20 હજાર કરોડ અમદાવાદમાં રિયલ એસ્ટેટનુ ટર્નઓવર

- 25 હજાર ટન અમદાવાદમાં સ્ટીલનો વેપાર1 મહિનાનો

- 1 લાખ ટન ગુજરાતમાં રિયલ એસ્ટેટનુ ટર્નઓવર

આઠ મહિનામાં તબક્કાવાર 13600નો વધારો કરાયો

8 એમએમથી માંડી 10,12,16,20,25 અને 32 એમએમ સ્ટીલના ભાવ જુદા જુદા હોય છે. દરેકમાં ભાવ વધારો થયો છે. આઠ એમએમના ભાવ આઠ મહિનામાં રૂા.13600 જેટલા વધ્યા છે.

ભાવ વધારાના કારણો ?

ચીનમાંથી આવતો માલ બંધ થઈ ગયો

અત્યારસુધી ચીન દ્વારા ભારતમાં ચીનનું એક્સપોર્ટ કરાતુ હતુ. હવે ચીને ત્યાંના વેપારીઓને તેમની જરૂરિયાત પૂરતુ જ ઉત્પાદન કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે એક્સપોર્ટ કરતા 50 ટકા યુનિટ બંધ થઈ ગયા. એક્સપોર્ટ બંધ થતા ભારતમાં માલની શોર્ટેજ ઉભી થઈ છે.

ભારતના વેપારીઓ પાસે પૂરતો માલ નથી

ચીનના વેપારીઓને તેમની જરૂરિયાત પૂરતુ જ સ્ટીલ એક્સપોર્ટ કરવાની સૂચનાને પગલે ભારતની મોટી કંપનીઓ એક્સપોર્ટ કરવા લાગી. તેમની પાસે એક વર્ષના પેન્ડિંગ ઓર્ડર છે. પરિણામે તેમની પાસે પૂરતો માલ નથી.

સરકારી કામના કારણે ડિમાન્ડ વધી

સરકારે અર્ફોડેબલ હાઉસિંગને વેગ આપતા બાંધકામ ક્ષેત્રે તેમજ રોડ,રસ્તા બ્રિજના કામો મોટા પાયે ચાલતા હોવાથી સ્ટીલની ડિમાન્ડમાં વધારો થયો છે જેથી ભાવ ઉંચકાયો છે. નોટબંધી વખતે સ્ટીલના જે ભાવ હતા તે મુજબ અત્યારે 100 ટકા ભાવ થઈ ગયો છે.

* મકાનની કિંમતમાં વધારો થશે કે નહીં

પ્રત્યેક મકાનમાં પ્રતિ સ્કેવર ફૂટ અંદાજે 3થી 4 કિલો સ્ટીલનો ઉપયોગ થાય છે. જેથી સ્ટીલના ભાવ વધારો વધુ આપવાથી બાંધકામની કિંમત પણ વધી શકે છે.

* એક હજાર સ્કેવર ફૂટનું બાંધકામ હોય તો કિંમત કેટલી વધશે

પ્રતિ સ્કેવર ફૂટ રૂા. 100 થી 125 નો ભાવ વધી શકવાની ભીતિ બિલ્ડરો વ્યકત કરે છે. આ પ્રમાણે એક હજાર સ્કેવર ફુટના બાંધકામમાં અંદાજે એક લાખથી સવા લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે.

* હાલ ચાલી રહેલા બાંધકામ અને નવી સ્કીમોને કોઈ અસર થશે ખરી

જે સ્કીમો અત્યારે ચાલી રહી છે તેના પઝેશન નિયત સમયમર્યાદામાં આપવાના હોવાથી બિલ્ડરો પૂરા કરી રહ્યાં છે પરંતુ નવી સ્કીમો બિલ્ડરો મૂકતા ખચકાય છે. છેલ્લા ત્રણ મહિનામાં માંડ 100 સ્કીમો મૂકાઈ છે.

* ડિમાન્ડ સામે પૂરતા મકાનો મળશે કે નહીં

જીએસટી, રેરા પછી રિયલ એસ્ટેટને વેગ મળ્યો છે. જેથી ડિમાન્ડ પણ વધી છે પરંતુ સ્ટીલના ભાવ વધવાથી નવા પ્રોજેકટ ઓછા મૂકાયા છે પરિણામે ડિમાન્ડ સામે પૂરતા મકાનો મળશે નહીં અને તેની અસર પણ ભાવો પર થશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article