/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15171501/maxresdefault-192.jpg)
અમદાવાદીઓ માસ્ક પહેરવામાં બેદરકાર જણાય રહયાં છે. લોકો માસ્ક પહેરવાના બદલે દંડ ભરવાનું વધુ મુનાસીબ સમજતાં હોવાનું દંડની રકમ પરથી લાગી રહયું છે. અમદાવાદ અત્યાર સુધીમાં માસ્ક નહિ પહેરવા બદલ 18 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
રાજ્યમાં જ્યારથી કોરોના સંક્રમની શરૂઆત થઇ છે ત્યારથી અમદાવાદ શહેરમાં અત્યાર સુધી અનેક લોકો કોરોનાનાં ભોગ બન્યા છે. અનેક લોકોનાં કોરોનાથી મોત પણ નિપજ્યા છે. છતાં શહેરમાં બેદરકાર લોકો માસ્ક પહેરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. માસ્ક ન પહેરનાર સામે અત્યાર સુધીમાં 18 કરોડનો દંડ વસૂલવમાં આવ્યો છે. જ્યારે તાજેતરના એક જ સપ્તાહમાં દંડનો આંકડો બે કરોડ રૂપિયાને આંબી ગયો છે.અમદાવાદ પોલીસની કડક કાર્યવાહીથી પણ લોકો સુધરવા તૈયાર નથી
શહેરમાં સતત કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રિ કર્ફ્યૂ ચાલુ છે. પોલીસ હાલ ખડેપગે કામગીરી કરી રહી છે. કમનસીબે હવે પોલીસકર્મીઓ સંક્રમિત થયાના કેસ પણ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી18 કરોડ રૂપિયાથી વધારે દંડ વસૂલ્યો છે શહેરમાં માસ્ક ના પહેરનાર સામે સ્પેશ્યલ ડ્રાઈવ પણ કરવામાં આવે છે છતાં લોકો માસ્ક વગર બહાર નીકળી રહયા છે જાગૃતિ અભિયાનોની કોઈ અસર થતી નથી તેમ લાગી રહયું છે.