/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14181600/maxresdefault-107-85.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રાજપીપળા ચોકડી નજીક આવેલ આલ્ફા ઓટો પાર્ટસ સાગર કમ્પાઉન્ડમાંથી ટ્રક ચોરીના મામલમાં 2 આરોપીની ગોધરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, ગોધરા એલસીબી પોલીસનો કાફલો વાહન ચેકિંગમાં હતો તે દરમ્યાન એક ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. જેમાં ટ્રકના ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા ટ્રક ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જોકે ટ્રકમાં સવાર બન્ને ઇસમોને પોલીસે વધુ પૂછપરછ કરતાં તેઓ ગોધરાના વેજલપુર વિસ્તારમાં આવેલ મદની મસ્જિદ નજીક રહેતા મુજ્જફર સબીર દાવ અને યાકુબ અબ્દુલ સત્તાર પથીયા હોવાનું જણાવ્યુ હતું. તેઓએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ આલ્ફા ઓટો પાર્ટસ સાગર કમ્પાઉન્ડમાંથી ટ્રકની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું, ત્યારે ગોધરા પોલીસના હાથે ઝડપાયેલા બન્ને આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યા હતા. અંકલેશ્વર પોલીસે બન્નેની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.