/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/IAS-KAS-UPSC.jpg)
માનવસંસાધન મંત્રાલય દ્રારા દેશની શૌક્ષણિક સંસ્થાઓને આપવામાં આવતા રેન્કિંગની જાહેરાત થઈ ચુકી છે, જાહેર થયેલી યાદી મુજબ બેગલુરૂ ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દેશની શ્રેષ્ઠ યુનિવર્સીટી તેમજ દિલ્હી ખાતેની મિરાન્ડાહાઉસ કોલેજ દેશની શ્રેષ્ઠ કોલેજ જાહેર થઈ છે, આ પહેલી વાર કોલેજોને પણ રેન્કિંગ આપવામાં આવ્યા છે, ચેન્નઈ ખાતેની લોયોલા કોલેજ બીજા ક્રમે, શ્રીરામ કોલેજ ત્રીજા ક્રમે રહી છે
આઈઆઈટી - મદ્રાસ શ્રેષ્ઠ એન્જીનીયરીંગ સ્કૂલ, જામિયા હમદર્દ શ્રેષ્ઠ ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ જાહેર થઈ છે તે સાથે જ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેન્જમેન્ટ અમદાવાદે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાનના રૂપમાં રેન્કિંગ મેળવ્યા છે, શિક્ષણસંસ્થાઓને મળતા સરકારી ભંડોળ માટે રેન્કિંગ ખુબ અગત્યની બાબત હોય છે, સરકારે કહ્યું હતું કે ઉચ્ચ રેન્કિંગ મેળવનાર સંસ્થાઓને સ્વાયત્તતા આપવાના મુદ્દે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુકવા માટે પ્રયાસ થતા હોય છે, સર્વક્ષણમાં 3300 સંસ્થાનોની વિચારણા થઈ હતી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ 20 માપદંડોના આધારે શિક્ષણસંસ્થાને રેન્કિંગ આપવામાં આવે છે,