મેટ્રો ટ્રેનની જાહેરાત ના પગલે ફટાકડા ફોડી એકબીજાનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી ઉજવણી કરી

અમદાવાદ બાદ હવે સુરતના રસ્તાઓ પર મેટ્રો ટ્રેન દોડવા જઇ રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટ ને લીલીઝંડી પણ આપી દેવામાં આવી છે.ત્યારે આગામી પાંચ વર્ષની અંદર આ પ્રોજેકટ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં મેટ્રો ટ્રેન ની જાહેરાત બાદ સુરતીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં સુરતમાં લોકોએ મેટ્રો ટ્રેનની જાહેરાત ના પગલે ફટાકડા ફોડી એકબીજાનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી ઉજવણી કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ માં મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે.ત્યાં સુરતને પણ કેન્દ્રએ મેટ્રો ટ્રેનની ભેટ આપી છે.કેન્દ્ર સરકાર દ્વારા 12000 કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ નર બહાલી આપી દેવામાં આવી છે. જ્યાં આગામી પાંચ વર્ષ દરમ્યાન આ પ્રોજેકટ ને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સુરત માં મેટ્રો ટ્રેન પ્રોજેકટ બે કોરિડોર માં શરૂ થશે.. જેમાં પ્રથમ કોરિડોર સરથાણા ડ્રિમ સીટી અને બીજો કોરિડોર ભેંસાણ સારોલી થી શરૂ થવા જઈ રહ્યો છે.

સુરત ના 69.63 લાખ લોકો મેટ્રો ટ્રેનનો લાભ લેવાના છે. જ્યાં વેપાર – ઉદ્યોગ ને પણ વેગ પકડવામાં વધુ સરળતા રહેશે. સુરતમાં મેટ્રો ટ્રેનની શરૂવાત થવા જઈ રહી છે, ત્યારે સુરતીઓએ આ તક ને વધાવી લીધી છે.સુરતીઓએ કેન્દ્ર સરકાર ના આ પ્રોજેકટ ને ફટાકડા ફોડી મીઠાઈ વડે એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી છે. ત્યારે સુરતના મેયર ડો.જગદીશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખે તમામ લોકોને અભિનંદન આપ્યા હતા.

બીજી તરફ દલિત નેતા સુરેશ સોનવણે દ્વારા મેટ્રો પ્રોજેક્ટને ચુંટણીલક્ષી જુમલાબાજી ગણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સાડા ચાર વર્ષ દરમ્યાન તેઓને મેટ્રો ન દેખાઈ હવે જ્યારે ચુંટણી નજીક છે ત્યારે બીજેપીને મેટ્રોની યાદ આવી છે સાથે જ તેઓએ સુરતના કેટલાય વિસ્તારોમાં તો પ્રાથમિક સુવિધા પણ મળી ન હોવાનો આક્ષેપ કર્યો છે.