અંકલેશ્વરમાં એક શાળા પાસેની ખુલ્લી જગ્યા પરા બાજુ બાજુમાં પાર્ક કરી મુકાયેલ બે લકઝુરીયસ કાર ચોરી થયાની ફરીયાદ અંકલેશ્વર પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર વિઝન સ્કુલ પાસેની ખુલ્લી જગ્યામાં મુળ વડોદરાના ન્યુ શમા રોડા પરા આનંધ્વન સોસાયટીમાં રહેતા મિનેષભાઈ નટવરલાલ મોદીએ તા.૯મીની રાતે ૮.૩૦ કલાકની આસપાસ પોતાની ગ્રે કલરની ઇનોવા કાર નં. GJ-16-BB-6430 તેમજ મીતલભાઈ રમેશભાઈ દુધાતતે તેમની ફોર્ચ્યુનર ટોયાટા નં. GJ-12-BR-0113 ગત તા.૯/૩/૨૦૧૯ની રાતે ૮.૩૦ કલાકનીઆસપાસ બાજુ-બાજુમાં પાર્કા કરી હતી.
તા.૧૦/૩/૨૦૧૯ની સવારના ૯ કલાકે આ બંન્નેવ ઇસમોએ પોતાની કાર લેવા વિઝન સ્કુલ પાસેની ખુલ્લી જગ્યાએ જતા તેમને તેમની કાર ના મળતા તેમણે કારની તપાસ હાથ ધરી આસપાસ તપાસ કરી હતી. પરંતુ બંન્નેવ કારોની કોઇ ભાળ ના મળતા છેવટે બંન્નેવે બે કાર ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ઇનોવા કાર કિંમત રૂપિયા પાંચલાખ તેમજ ફોર્ચ્યુનર કાર કિંમત રૂપિયા દશ લાખ ગણી ફરીયાદ નોંધી હતી. હાલ તો, આ ફરિયાદને પગલે પોલીસે સ્થળ તપાસ હાથ ધરી ચોરી થયેલ બંન્નેવ લકઝુરીયસ કારને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.
