માગરોળના મકતુપુર ઝાપા પાસે યુવાન પર અજાણ્યા શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો,અગમ્ય કારણ સર યુવાન પર હુમલો થયો.

માંગરોળમા મકતુપુર ઝાપા પાસે અગમ્ય કારણો સર યુવાન પર કુહાડી વડે હુમલોકરાયો,આ હુમલામાં મુઝ્ઝમીલ હનીફ કાપાને હાથ અને પગ પર કુહાડીના ઘા લાગતા ઇજાગ્રસ્ત થયો હતો, જોકે તે સારવાર અર્થે માગરોળ સરકારી હોસ્પીટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ વઘુ સારવાર માટે તેને જુનાગઢની હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

યુવાન પર અચાનક થયેલ જીવલેણ હુમલાથી યુવાન ગભરાઈ જવા પામ્યો હતો. હુમલો થવા પાછળ નું કારણ ખાસ જાણવા મળ્યું ન હતું કોઈ અગમ્ય કારણો સર હુમલો કરાયો હોય જાણવા મળ્યું હતું,