નક્ષત્ર સેફ હાઉસમાં લોકર કૌભાંડથી ચકચાર

રૂ. 2.67 કરોડનું 206 તોલા સોનુ ગાયબ

સંચાલક પિતા-પુત્રો સહિત 4 સામે ફરિયાદ દાખલ  

6 ગ્રાહકોના લોકર તોડી દાગીના ઉઠાવી ગયા

સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો ઝડપાયા

સુરત સિંગણપોર સ્થિત નક્ષત્ર સેફ હાઉસમાં પૂર્વઆયોજિત કાવતરું રચીને ગ્રાહકોની ગેરહાજરીમાં લોકર બ્રેકરની મદદથી 206 તોલા સોનુ ગાયબ કરી દેવાયું છે,આ ઘટનામાં પોલીસે સંચાલક પિતા અને બે પુત્રોની ધરપકડ કરી છે.

સુરતમાં ખાનગી લોકર સંચાલકોના ભરોસાનો સરેઆમ છેદ ઊડ્યો છે! સિંગણપોર સ્થિત ‘નક્ષત્ર સેફ હાઉસ’માં થયેલી કરોડોની ચોરી મામલે સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રો સહિત ચાર સામે સત્તાવાર FIR નોંધાઈ છે. પૂર્વઆયોજિત કાવતરું રચીને ગ્રાહકોની ગેરહાજરીમાં લોકર બ્રેકરની મદદથી 206 તોલા સોનુ ગાયબ કરી દેવામાં આવ્યું છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કોઈ બાહ્ય તસ્કરોનું કામ નહીં, પરંતુ ખુદ સેફ હાઉસના માલિકોનું જ કાવતરું હતું. સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્રો હર્ષ અને હરીકૃષ્ણાએ લોકર બ્રેકર મણીલાલની મદદથી સુનિયોજિત રીતે ગ્રાહકોના લોકર તોડ્યા હતા. કુલ 6 ગ્રાહકોના લોકરમાંથી 206 તોલા સોનુ, જેની અંદાજિત કિંમત 2 કરોડ 67 લાખ રૂપિયા થાય છે, તે ગાયબ કરી દેવામાં આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં માલિક મહેશ દિયોરા અને તેના બે પુત્રોની અટકાયત કરી લીધી છે.

હાલ પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ, ડિજિટલ લોગ બુક અને એન્ટ્રી રજીસ્ટર કબજે લઈને સીસીટીવી ડેટા રિકવર કરવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે.