21માં કોમનવેલ્થ 2018ના શુટીંગમાં મિથરવાલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

21માં કોમનવેલ્થ 2018ના શુટીંગમાં મિથરવાલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
New Update

કોમનવેલ્થ 2018ના સાતમા દિવસે ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મિથરવાલનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો.

આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપાચોલીએ મેળવ્યો. તેણે 227.2નો કુલ સ્કોર કરીને ગેમ રેકોર્ડ બનાવ્યો. જ્યારે સિલ્વર મેડલ બાંગ્લાદેશના શકીલ અહેમદે મેળવ્યો જેણે 220.5નો સ્કોર કર્યો. ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 22 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે. સાતમા દિવસે ભારતને બોક્સરો પાસેથી મેડલની આશા છે

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article