21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે શૂટર મનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો 

New Update
21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે શૂટર મનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો 

21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે વેઈટ લિફ્ટિંગ બાદ શુટિંગમાંથી ભારત માટે સારા ખબર આવ્યાં છે. 16 વર્ષની મનુ ભાકેરેએ મહિલાઓની 110 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત આ જ સ્પર્ધામાં હીના સિદ્ધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મુકાબલામાં મનુએ 240.9 અંક મેળવ્યા હતા, અને હિનાને 234 અંક મળ્યા છે. આ સાથે જ ભારતે 6 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝની સાથે કુલ 9 મેડલ મેળવ્યા છે અને મેડલ ટેલીમાં તે ત્રીજા નંબર પર છે.

આ પહેલા રવિવારે ભારતની મહિલા વેટ લિફ્ટર પૂનમ યાદવે 69 કિલો ભારવર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પૂનમે સ્નૈચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામની સાથે કુલ 222 કિલો ગ્રામ વજન ઉઠાવ્યું હતું. ભારતને 5 ગોલ્ડ પદ ભારોત્તોલનમાં મળ્યાં છે.

Latest Stories