21મી કોમનવેલ્થ ગેમ્સમાં સતીશ કુમારે ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો 

New Update
21મી કોમનવેલ્થ ગેમ્સમાં સતીશ કુમારે ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો 

ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારે પુરુષોના ૭૭ કિલોગ્રામ કેટેગરીમાં સતીશ કુમાર શિવલિંગમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમણે કુલ ૩૧૭ (સ્નેચ ૧૪૪ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્ક ૧૭૩ કિલોગ્રામ) વજન ઉઠાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ રમતમાં ભારતને ત્રીજો ગોલ્ડ અને કુલ મળીને પાંચ પદક મળ્યા છે. સતીશે સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં ૧૩૬ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. ત્યારબાદ ૧૪૦ અને અંતિમ પ્રયાસમાં સતીશે ૧૪૪ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.

આ કેટેગરીમાં ઑસ્ટ્રેલિયાના ફ્રાંસિસ ઇતાઉંદીએ ૩૦૫ કિલોગ્રામ (સ્નેચ ૧૩૬ કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્ક ૧૬૯ કિલોગ્રામ)ની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Latest Stories