/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/jaiv-day-1.jpg)
યુએન દ્વારા વિશ્વભરમાં બાયોડાયવર્સિટી અંગે જાણકારી આપવા અને જાગૃતતા ફેલાવવાના આશયથી દર વર્ષે 22મેના રોજ અલગ-અલગ થીમ પર વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ મેઇનસ્ટ્રીમીંગ બાયોડાયવર્સિટીઃ સસ્ટેઇનિંગ પીપલ એન્ડ ધેર લાઇવલીહુડ જેનો અર્થ થાય છે, જૈવ વિવિધતાની મુખ્યધારાઃ લોકો અને તેમની આજીવિકાને ટકાવી રાખવું.
બાયોડાયવર્સિટી એટલે શું?
બાયોડાયવર્સિટીનો અર્થ જૈવ વિવિધતા થાય છે. પૃથ્વી પર વૈવિધ્યસભર જીવ સૃષ્ટિ અને વનસ્પતિ છે. તેનું રક્ષણ અને સાચવણી જરૂરી છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે.
કુદરતી સંશાધનોના દુરૂપયોગ અને પર્યારવણની જાળવણીની ઉપેક્ષાના કારણે પૃથ્વીનું તાપમાન વધતા ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ઉભો થયો છે. માનવ વસ્તીની વિવિધ પ્રવૃતિઓને કારણે અમુક પ્રજાતિઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ રહી છે. તેમજ પૃથ્વી પર જંગલોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. એક અહેવાલ મુજબ છેલ્લી 5 શતાબ્દી દરમિયાન 800થી વધારે વન્યજીવો અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે અને 17,000થી વધુ પ્રજાતિઓ વિનાશના આરે ઉભી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/jaiv-day-2.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/jaiv-day-3.jpg)