ભાવનગર મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વાડીના ખેતરમાં ખુલ્લા પડેલા વાયરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની જાણ આજુબાજુના વાડીના લોકોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકોના મૃત્યુ થઈ ગયા હતા. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાળકોને શોર્ટ લાગવાનુ કારણ હજી પણ અકબંધ છે.

મૃત્યુ પામેલા ત્રણ માસુમ બાળકોના નામ

1) પ્રિયંકા કનુભાઈ જંબુચા (ઉં.વ 12)

2 કોમલ મગનભાઈ ચોહાણ(ઉં.વ 12)

3 નૈતિક કનુભાઈ જંબુચા (ઉં.વ 12)