/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/images-1.jpg)
માનવ ઇતિહાસમાં સૂર્ય તરફ પહેલું મિશન શરૂ થઈ ચૂક્યું છે. નાસાના પાર્કર સોલર પ્રોબ મિશનની તૈયારી હવે અંતિમ ચરણમાં છે. આ મિશનનું લોન્ચિંગ ૩૧ જુલાઈના રોજ કરવામાં આવશે. અમેરિકી એરફોર્સનું સ્પેસ ક્રાફ્ટ ફ્લોરિડા પહોંચશે અને ત્યાં આ મિશનનું પરીક્ષણ કરાશે. પાર્કર સોલર પ્રોબ માનવ ઈતિહાસનું સૂર્ય તરફનું પ્રથમ મિશન છે.
માનવ ર્નિર્મિત સાધન પહેલી જ વાર સૂર્યની કક્ષામાં પહોંચશે. મિશન દરમિયાન છ દાયકાઓથી અટકી રહેલા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરાશે. અંતરિક્ષયાન નું નામ જાણીતા અમેરિકી ખગોળશાસ્ત્રી યૂજીન પાર્કરને નામે રાખવામાં આવ્યું છે. ૯૦ વર્ષના પાર્કરે ૧૯૫૮માં પહેલીવાર જણાવ્યું હતું કે અંતરિક્ષમાં સૌર તોફાન પણ આવે છે. નાસાનું આ યાન શરૂઆતમાં શુક્ર ગ્રહની આસપાસ ચક્કર લગાવશે. ત્યારબાદ તે સૂર્ય તરફ આગળ વધશે. આ યાન એવા વિસ્તારોમાં જશે જ્યાં માનવી પહેલાં ક્યારેય પણ પહોંચી શક્યો નથી.