/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/indiragandhi759.jpg)
31 ઓક્ટોમ્બર, 1984માં એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને જેના પડઘા વિશ્વમાં પણ પડ્યા હતા. જ્યારે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી. આજે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના એકમાત્ર સંતાન ઇન્દિરા ગાંધીએ જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો.
ઇન્દિરા ગાંધીની ગણના એક દૂરંદેશી અને સશક્ત સ્ત્રીનેતા તરીકે થતી આવી છે. 1971માં જ્યારે પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનના લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું અને કરોડો લોકો ભારતમાં આશ્રિત બન્યા હતા. ઇન્દિરાએ યુદ્ધ કરીને બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યુ હતુ.
ઇન્દિરાના સમયમાં જ દેશમાં હરિત ક્રાંતિની શરૂઆત થઇ હતી અને દેશમાં ખેત ઉત્પાદનમાં વધારો થયો હતો.
ઓપરેશન બ્લુ સ્ટારના કારણે તેમણે શીખોના રોષનું ભોગ બનવુ પડ્યું હતું અને તેના કારણે જ 31 ઓક્ટોમ્બરના રોજ તેમના જ શીખ બોર્ડીગાર્ડે તેમની હત્યા કરી દીધી હતી.