Connect Gujarat
ગુજરાત

35 હજાર દોડવીરો દોડયાં હાફ મેરેથોનમાં, હેતુ માત્ર એક ગ્રીન એન્ડ કલીન રાજકોટ

35 હજાર દોડવીરો  દોડયાં હાફ મેરેથોનમાં, હેતુ માત્ર એક ગ્રીન એન્ડ કલીન રાજકોટ
X

રાજકોટ

શહેરને ગ્રીન એન્ડ કલીન બનાવવાના આશયથી યોજાયેલી હાફ મેરેથોનને મુખ્યમંત્રી વિજય

રૂપાણીના હસ્તે ફલેગઓફ કરાવાયું હતું.

શહેરના રેસ

કોર્સ ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ક્રિકેટર જયદેવ ઉનડકટે 5 કિલોમીટર 10 કિલોમીટર અને 21 કિલો મીટરની હાફ મેરેથોનનો પ્રારંભ

કરાવ્યો હતો. જેમાં આશરે ૩૫ હજાર કરતાં વધુ દોડવીરો જોડાયા હતાં. રાજકોટ ઉપરાંત

જયપુર, જલંધર, ઓરંગાબાદ, ભોપાલ, ચેન્નાઈ, ચંદીગઢ, બેંગ્લોર અને દિલ્હી સહિતના શહેરોના

દોડવીરોએ ભાગ લીધો હતો.મહત્વનું છે કે છેલ્લા ચાર વર્ષથી આ હાફ મેરેથોનનું આયોજન

રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું. જ્યારે આ વર્ષે

રાજકોટ રોટરી ક્લબ ઓફ મિડટાઉન ને આયોજન સોંપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય

રૂપાણીએ પણ રાજકોટવાસીઓને હાફ મેરેથોનની શુભેચ્છા પાઠવી હતી અને દોડવીરોને ચીયર્સ

અપ કર્યા હતાં.

Next Story