અત્યારે હાલ કોરોનાની મહામારી અને વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભચાઉ પંથકમાં 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ફરી એકવાર ધરતી ધ્રૂજતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે 2.09 કલાકે 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 7 કિમી દૂર નોર્થનોર્થઈસ્ટમાં નોંધાયું હતું. ભૂકંપના આંચકાની અસર રાપર અને અંજારમાં પણ લોકોએ અનુભવી હતી.
મોડી રાતથી આજ બપોર સુધીમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા, ત્યારે આજ આજે આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી.