ભાવનગર જીલ્લામાં કોરોનાના આજે ૪૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા

New Update
ભાવનગર જીલ્લામાં કોરોનાના આજે ૪૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામા આજ રોજ કોરોનાના ૪૬ નવા પોઝીટીવ કેસ નોધાયા છે. જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૩૫૬ પર પહોચી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨,ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સારીંગપુર ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, મહુવાના બિલડી ગામ ખાતે ૧, મહુવાના તરેડ ગામ ખાતે ૧, સિહોરના આંબાલા ગામ ખાતે ૧, તળાજાના પાંચપીપળા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, ઉમરાળાના રંઘોળા ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧ તથા વલ્લભીપુરના કાળાતળાવ ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

Advertisment

ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૧,૩૫૬ કેસ પૈકી હાલ ૪૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૮૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનો મોત થયેલ છે.

Advertisment
Latest Stories