SOG પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગની સંયુક્ત કામગીરી
ગોધરા-કંકુથાંભલાના આંબલી ફળિયામાં પોલીસે દરોડા પાડ્યા
એક ખેતરમાં ઉગાડેલા ગાંજાના 502 લીલા છોડ મળી આવ્યા
924.010 કિગ્રા ગાંજાના જથ્થાની અંદાજે કિંમત રૂ. 4.62 કરોડ
4 શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાય
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામમાં SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 4.62 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમીના આધારે ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં આંબલી ફળિયામાં આવેલા એક ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેતરમાં ઉગાડેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 502 છોડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 924.010 કિલોગ્રામ જેટલું થાય છે. ગાંજાના જથ્થાની કિંમત અંદાજે રૂ. 4 કરોડ 62 લાખથી વધુ ગણવામાં આવી રહી છે, ત્યારે પોલીસે આ મામલે 4 શખ્સોની ધરપકડ કરી છે. તો બીજી તરફ, ચારેય આરોપીઓ કંકુથાંભલા ગામના આંબલી ફળિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
