બુધવારે સવારે આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઝટકા સવારે 7 વાગીને 51 મિનિટે આવ્યો છે જેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર હજુ સુધી જાણવા મળી શક્યુ નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે લોકોને ભૂકંપના ઝટકાને ઘણી વાર સુધી અનુભવાયા છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા છે. હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે લોકો કોરોના વાયરસના આ આક્રમણના કારણે પહેલેથી જ ગભરાયેલા છે ત્યાં ભૂકંપના આ ઝટકાએ લોકોને વધુ ભયભીત કરી દીધા છે.
આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કર્યુ છે કે, 'આસામમાં ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો છે. હું દરેકના કુશળ મંગળ હોવાની કામના કરુ છુ. સાથે જ લોકોને અપીલ કરુ છુ કે તે સંપૂર્ણપણે એલર્ટ રહ્યા, હું અન્ય જિલ્લાઓમાંથી પણ અપડેટ લઈ રહ્યો છુ.' તમને જણાવી દઈએ કે મંગળવારે હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રોહતકમાં કાલે સાંજે 7 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો. રિકર્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3 નોંધવામાં આવી હતી. જોકે અહીં પણ કોઈ પ્રકારના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.