/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/04/12092517/corona-doctor-274889_202004403022.jpg)
ભાવનગર જિલ્લામા આજરોજ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૫૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૬ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ઓદરકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૬ એમ કુલ ૨૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૫,૬૫૯ કેસ પૈકી હાલ ૯૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૪૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.