ભાવનગર જિલ્લામા આજે ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

New Update
Covid-19 : રાજ્યમાં આજે 4205 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના મોત

ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૭૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૨૦ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧ કેસ મળી ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૫,૫૭૭ કેસ પૈકી હાલ ૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૪૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Latest Stories