ભરૂચના જંબુસર તાલુકાના કાવલી ગામે નર્મદા નહેરમાં ભંગાણ પડતા જળ બંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરૂચના જંબુસર પંથકમાં નહેરમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથાવત રહયો છે ત્યારે ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સારોદથી કોરા કાવલી જતી માઇનોર નહેરમાં ગાબડું પડ્યું હતુ જેના કારણે નવી નગરી વિસ્તાર તરફ પાણી ફરી વળ્યુ હતું અને ચોમાસામાં રેલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેનાલ તૂટતા ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
