ઓઢવમાં યુવક પર એસિડ એટેકની ઘટના સામે આવી છે.. ભોગ બનનાર યુવકનું નામ કરણ હોવાનું સામે આવ્યું છે..એસીડ અટેકને પગલે યુવક દાઝી જતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. ભોગબનાર યુવક આરોપીની પત્ની જોડે રહેતો હતો અને તે જ અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસિડ એટેક્નો બનાવ સામે આવ્યો છે. જેમાં ભોગ બનનાર યુવક કરણ હુમલો કરનાર યુવક ઉત્તમની પત્ની સાથે છેલ્લા 5 મહિનાથી રહેતો હોવાનું સામે આવ્યું છે..જેની દાઝ રાખીને ઉત્તમે બે શખ્સોને સાથે રાખીને આ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. અને ભોગનાર યુવક ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતાં ઓઢવ પોલીસ તપાસમાં લાગી છે આને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ એપ્રિલ 2022માં પણ ઓઢવમાં એસીડ અટેકની ઘટના સામે આવી હતી. જેમાં 9 મહિનાથી અલગ રહેતી પત્ની પર દાઝ રાખીને પતિએ એસીડથી હુમલો કર્યો હતો. પત્ની જ્યારે નોકરીથી પરત ફરી રહી હતી ત્યારે તેને રસ્તામાં બુમ પાડીને બોલાવ્યા બાદ પતિએ તેના પર હુમલો કર્યો હતો.