ભરૂચના આમોદ શહેરનો બનાવ
ઠેર ઠેર ગંદકીના ઢગ
રોગચાળો ફાટી નિકળવાની દહેશત
સાફ સફાઈની માંગ
દવા છંટકાવની પણ માંગ
ભરૂચના આમોદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દેહસદ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે
ભરૂચના આમોદ શહેરમાં સ્વચ્છતાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કાંકરિયા રોડ પર ડમ્પિંગ સાઇટ હોવા છતાં સમા હોટલથી આમોદ કોર્ટ તરફ જતા જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવતો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.જાહેર માર્ગ પર કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધના કારણે માંડવા વસાહતના રહીશો સહિત શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્વચ્છતા પાછળ લાખો-કરોડોની ગ્રાન્ટ ખર્ચાતી હોવા છતાં શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.બીજી તરફ મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે નિયમિત સફાઈ અને દવાના છંટકાવની કામગીરી સામે પણ સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. જાહેર માર્ગ પર કચરો ઠાલવવાનું બંધ કરાવી તાત્કાલિક સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે આમોદ નગરપાલિકા તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે પગલાં ભરે છે.
