પીએમ નરેન્દ્ર મોદીનો શ્રીલંકા પ્રવાસનો આજે બીજો દિવસે છે , ત્યાં પીએમ નરેન્દ્ર મોદી બૌધ્ધ ધર્મના સૌથી મોટા તહેવારની ઉજવણી પ્રસંગે સમારંભમાં ઉપસ્થિત રહેશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/05/18403764_1645883035452213_1510404410371518891_o-1024x981.jpg)
શ્રીલંકાના કોલંબોમાં આજે આતંરરાષ્ટ્રીય વેસાક દિવસના ઉત્સવ ભાગ લઈ રહ્યા છે. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદી ભારતના સહયોગથી નિર્માણ થયેલા સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/05/18401932_1645883155452201_2610070938681069162_o-1024x987.jpg)
પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના સૌથી જૂના બૌધ્ધ મંદિરમાં પૂજા કરી હતી. અને 120 વર્ષ જૂના ગંગારામયા મંદિરમાં પૂજા અર્ચના કરી ફુલ અર્પણ કર્યા હતા.પીએમ મોદી સાથે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ હતા. મોદી મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં દાખલ થયા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/05/18423272_1645882965452220_3471521833983241561_o-1024x794.jpg)
ગંગારામયા મંદિર કોલંબોના મશહૂર બેરા ઝીલ પાસે છે. મંદિર પરિસર પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ આરાધના સ્થળ હોવાની સાથે જ્ઞાન અને વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર પણ છે.
