જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ પૂંછના સિંધરા વિસ્તારમાં થઈ હતી. 

સુરક્ષા દળોને સોમવારે સાંજે સિંધરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર પણ થયો હતો.

આ પછી આખી રાત આતંકીઓને ઘેરીને નજર રાખવામાં આવી હતી. મંગળવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી.

જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ આતંકવાદીઓ વિદેશી છે. આ પહેલા જૂન મહિનામાં સુરક્ષા દળોએ કુપવાડામાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. આ તમામ આતંકવાદીઓ વિદેશી નાગરિકો હતા.