ભરૂચના ઝઘડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન મળેલી બાતમી આધારે મુલદ ગામે નવી વસાહતમાં રહેતા નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવાના ઘરે રેઇડ કરતા તેણે પોતાના રહેણાક ઘરની અંદર ટેબલની નીચે ગોદડામાં વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની રૂપિયા ૨૬,૧૦૦ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૧૮૦ બોટલો મળી આવી હતી, સ્થળ પરથી ઝઘડિયા પોલીસે નરેશ ઉર્ફે લંગડો શાંતીલાલ વસાવાને જડપી લઈ તેને વિરૂદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય એક ઇસમ અનિલ વસાવા રહે.વાડી તા.ઉમરપાડા, જી.સુરત ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ઝઘડિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: ઝઘડિયાના મુલદ ગામેથી રૂ.૨૬ હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
