શહેરમાં સ્પા સેન્ટરો પર પોલીસનું દિવસભર સર્ચ
13 જેટલા સ્પામાંથી 8 સ્પામાં ઝડપાયો દેહવેપાર
13 સ્પા વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ
અંકલેશ્વર અને ભરૂચમાં નવરાત્રીના તહેવારો ટાણે સ્પામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બોડી મસાજની આડમાં 13 સ્પામાંથી 8 સ્પામાં દેહવેપાર ઝડપાતા પોલીસે 24 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ શોપિંગોમાં શરૂ થયેલા સ્પા અને સલૂનમાં દેહવેપાર તો ચાલતો નથી, જેની તપાસ માટે અંકલેશ્વર PI વી.યુ.ગડરિયા અને સ્ટાફ સાથે અંકલેશ્વર GIDC તેમજ સી’ ડિવિઝન પોલીસે 13 સ્પામાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 8 સ્પામાં દેહવિક્રિયનો વેપલો ચાલતો હોવાનું રંગેહાથ ઝડપાઇ ગયું હતું.
પોલીસને 8 સ્પામાંથી યુવતીઓ મળી આવતા સંચાલકો સામે ઇમોરલ ટ્રાફિક એક્ટનો ગુનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 5 સ્પામાં જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. ગેરકાયદે પ્રવૃતિઓ બદલ સ્પા અને કોમર્શિયલ બિલ્ડીંગના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ ભરૂચ જિલ્લા પોલીસે આરંભી છે. ભરૂચ અને અંકલેશ્વરના 13 સ્પાના 24 સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. ઝડપાયેલા સ્પામાં ડિઝાયર ફેમિલી સ્પા, સ્પા હબ, પીપી સ્પા, એસ.પી. સ્પા, ઓરેન્જ સ્પા, ફિટનેસ ડીલક્ષ સ્પા, વેલકમ સ્પા, કવિતા સ્પા, રોઝ સ્પા, ચોકલેટ સ્પા, બિગ બોસ સ્પા, કવિન ફેબ ફેમિલી સ્પા અને હર્ષ પાર્ક એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે
