ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર માં વરસાદી પાણી ભરાયા હતા,જેના પરિણામે આ ઘરમાં રહેતા 1070 વિદ્યાર્થીઓને મકાનના ઉપરના માળે ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ખાતેની હોસ્ટેલ બચ્ચો કા ઘર માં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બચ્ચો કા ઘરમાં 1070 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે.પરંતુ ભારે વરસાદના કારણે અને પી ડબ્લ્યુ ડી ની કામગીરીને કારણે વરસાદી પાણી પહેલીવાર બચ્ચો કા ઘરમાં પ્રવેશ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.બચ્ચો કા ઘર માં વરસાદી પાણી પ્રવેશવાની કારણે તમામ વિદ્યાર્થીઓ ને મકાનના ઉપરના મળે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.