શ્રાવણ માસનો થવા જઈ રહ્યો છે પ્રારંભ
સુરેન્દ્રનગરમાં લોકમેળો યોજાશે
સાતમ આઠમ નોમના દિવસે મેળાનું આયોજન
મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટશે
તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાય
સુરેન્દ્રનગરનામાં શ્રાવણ માસની સાતમ આઠમ અને નોમના દિવસે યોજનાર ચાર દિવસીય મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટના વિવિધ જીલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રામાં નગર પાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં સાતમ આઠમ નોમ દસમ ના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મેળામાં ખાસ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.વર્ષોથી યોજાતા મેળાની અંદર લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે આવીને મેળાની મોજ માણે છે
