અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એસએમએલ લિમિટેડ કંપનીના ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાંથી કંપનીની જાણ બહાર રૂ. 8,960ની કિંમત ધરાવતી ફર્ટિલાઇઝર ટેક્નો—ઝેડ ખાતરની 71 ગુણો, કુલ કિંમત રૂ. 6,36,160, ગાયબ થઈ ગઈ હતી. વેરહાઉસના લોડિંગ સુપરવાઈઝરે ટ્રક ડ્રાઇવર સાથે મિલીભગત કરી આ ખાતર ટ્રકમાં લોડ કરી દીધું હતું,
ત્યારબાદ કંપનીને અંધારામાં રાખી આ જથ્થો સુપરવાઈઝરે પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણ (રહે. પાલેજ)ને બારોબાર સગેવગે કરી દઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ મામલામાં મોહમદ જીયાઉલ મોહમદ સમશુલ, અઝરૂદ્દીન ઇદ્રીશમીંયા અને ઇમ્તીયાઝખાન અનવરખાન પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
