GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે આયોજન

નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરાયું

કંપનીના ડિરેક્ટર અનુરિત જોલી દ્વારા નવરાત્રિનું આયોજન

યુશકા કોસ્મેટિક્સ કંપનીનો સ્ટાફ DJના તાલે ઝૂમી ઉઠ્યો

પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝના MD કરણ જોલી રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, 

ત્યારે અંકલેશ્વરની યુશકા કોસ્મેટિક્સ કંપનીના ડિરેક્ટર અનુરિત જોલી દ્વારા સતત બીજા વર્ષે પણ નવરાત્રિ મોહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુશકા કોસ્મેટિક્સ કંપનીનો તમામ સ્ટાફ DJના તાલે ગરબે ઝૂમી ઉઠ્યો હતો. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી, શાક્ષી જોલી સહિતનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુશકા કોસ્મેટિક્સ કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.