ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વહીવટી તંત્ર દ્વારા આયોજન
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
એકતા રેલીનું આયોજન
મંત્રી પ્રફુલ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત
એન્કર
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત એકતા પરેડ સહિતના કાર્યક્રમમાં યોજાયા હતા.
ભારતના લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં ભવ્ય એકતા રેલી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકતા રેલી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરી આત્મીય હોલ, ભરૂચ ખાતે પહોંચી હતી. રેલીમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.આત્મીય હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ અને એકતા નગરથી યોજાયેલા એકતા પરેડનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ભરૂચ જિલ્લા કલેકટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
