ભરૂચના નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક એક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ લાગતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકની નજર ટેન્કરમાં લાગેલી આગ પર પડતા તેમણે સમયસૂચકતા દાખવી તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કારચાલકે આગ પર કાબૂ મેળવવા માટે મદદ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી. કારચાલકની સમયસૂચકતાના કારણે ટેન્કરમાં આગ વધુ ફેલાતી અટકી હતી.
