રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ

ભરૂચ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

વિવિધ 53 સેવાઓનો સ્થળ પર અપાયો લાભ

31 ગામના લોકોએ લાભ લીધો

ભરૂચ તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું ઝાડેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળી રહે તે હેતુથી રાજ્યભરમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીદાર પંચની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અધિક કલેકટર એન. આર. ધાંધલ,પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી આગેવાન શૈલાબેન પટેલ,કૌશિક પટેલ તેમજ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની વિવિધ 53 સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.આ સેવા સેતુ કાર્યક્રમનો 31 ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો