ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરમાં  પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તેમજ બફારામાંથી રાહત મળી હતી.

વરસાદના કારણે શહેરના શક્તિનાથ, કસક સર્કલ, સ્ટેશન વિસ્તાર, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રાહદારીઓ વરસાદથી બચવા માટે સુરક્ષિત સ્થળોએ આશરો લેતા જોવા મળ્યા હતા.