અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મામલતદાર કચેરી ખાતે આયોજન
તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
કલેકટર ડો.નવનાથ ગવ્હાણે રહ્યા ઉપસ્થિત
16 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજદારોની રૂબરૂ ઉપસ્થિતિમાં રજૂ કરાયેલી કુલ 16 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્યના નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાય રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.નવનાથ ગવહાણેની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ,મામલતદાર રાજન વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 16 જેટલા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
