અંકલેશ્વરના પટેલ નગર સોસાયટીમાં આવેલ મકાનમાં જમવાનું બનાવતી વેળા ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર પટેલનગરમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરમાં આગ લાગી

અંકલેશ્વર પટેલનગરમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરમાં આગ લાગી #Ankleshwar #Fire #FireNews #gassilinder #BreakingNews #ConnectGujarat #BeyondJustNews

Posted by Connect Gujarat on Tuesday, December 17, 2024

આગ અંગે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.જયારે ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઇ જતા નુકશાન પહોંચ્યું હતું.