ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

જે.પી.કોલેજ ખાતે આયોજન

રક્ત સેવક ટીમનું સ્વાગત કરાયુ

રક્તદાનની જાગૃતિ માટે યાત્રાનું આયોજન

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચની જે.પી. કોલેજ ખાતે સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

સ્વૈચ્છિક રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવા અને દરેક ઘરને રક્તદાતાનું ઘર બનાવવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી રક્તસેવક ટીમની બાઇક યાત્રા ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચની જે.પી. કોલેજ ખાતે સ્ટાફ, અગ્રણીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું.

ફેડરેશન ઓફ બ્લડ બેંક ગુજરાતના પ્રેસિડેન્ટ ડો. મનીષ વિરજાએ નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે નિમિત્તે સાબરમતી ગાંધી આશ્રમથી નીકળેલી બાઇક યાત્રાની માહિતી આપી. અત્યાર સુધી યાત્રાએ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં 3100 કિલોમીટરથી વધુ મુસાફરી કરી.

યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો, ટ્રાફિક શિસ્ત જાળવવાનો, ઓર્ગેનિક ખેતી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો છે.ભરૂચના સેન્ચુરિયન બ્લડ ડોનર ધર્મેન્દ્ર પટેલ તેમજ અન્ય રક્તસેવકો સાથે નીકળેલી આ યાત્રા આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે.