-
હવામાન વિભાગ દ્વારા કરાય હતી માવઠાની આગાહી
-
સમગ્ર રાજ્યમાં સતત 2 દિવસથી વરસતો વરસાદ
-
ભારે પવન સાથે વરસ્યો હતો કમોસમી વરસાદ
-
રાજ્યમાં કેરી સહિતના પાકોને થયું મોટું નુકશાન
-
ખેતી-પાકોને નુકશાન પહોંચતા ખેડૂતો માથે આફત
કમોસમી “માવઠું” : રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ વરસાદ, ખેતી-પાકોને મોટું નુકસાન…
સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. સમાચાર
સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં સાઇકલોનિક એર સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
તો બીજી તરફ, મોટા મોટા હોર્ડિંગ્સ તેમજ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં કેટલાક મંડપો પણ ઉડ્યા હતા. જેના કારણે લોકોને લાખોનું નુકશાન થવા પામ્યું છે. આ તરફ, કમોસમી માવઠું આવતા ખેતી-પાકોને પણ મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે સમગ્ર રાજ્યમાં કેરી સહિતના વિવિધ પાકોમાં નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને માથે વધુ એક સંકટ ઉભું થયું છે.
