-
ભરૂચમાં સંમેલનનું કરાયુ આયોજન
-
રાજપૂત છાત્રાલય ખાતે સંમેલન યોજાયું
-
આદિવાસી સંમેલનનું આયોજન
-
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
-
પોલીસ પર કર્યા આકરા પ્રહાર
ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું “હવે આદિવાસીઓને છંછેડશો નહીં”, આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત | સમાચાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.
સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.
