• અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન

  • અનુપમ મિશન દ્વારા આયોજન

  • શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરાયું

  • હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ, રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમા ચાતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અનુપમ મિશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે.