જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, “જેલ ભવન”, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે “રુદ્ર પૂજા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન, ભરૂચના કો-ઓર્ડીનેટર સંગીતા શુક્લાના સહયોગથી પંડિતજી તથા સ્વામીજી દ્વારા સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રુદ્ર પૂજા કરવામાં આવી હતી.આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના બંદીવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.